સામગ્રી
૧ વાડકી ઘી
૧ વાડકી જીણો સમારેલો ગોળ
૨ વાડકી ઘઉંનો લોટ
બનાવની રીત
સૌપ્રથમ એક કઢાઈ માં ઘી નાખો , ઘી ગરમ થયા પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરો, લોટ ને શેકો , જયારે લોટ સેકાઈ જશે ત્યારે તેમાં થી સુગંધ આવશે , ત્યાર બાદ ગેસ ને બંધ કરી જીણો સમારેલો ગોળ ઉમેરો અને એકદમ સરખું મિક્સ કરી દો
હવે એક થાળી લો એમાં નીચે ઘી લગાવો બધી બાજુ પછી તેમાં સુખડી મુકો ત્યાર બાદ તેને વાડકી વડે બધી બાજુ ફેરવો અને ચપ્પા વડે તેના ચોસલા કરી દો.
તો તૈયાર છે ગરમ ગરમ સુખડી