અમદાવાદમાં શાહરૂખ ખાનની તબિયત લથડી, બે વખત હોસ્પિટલ લઇ જવાયો

અમદાવાદમાં શાહરૂખ ખાનની તબિયત બગડતાં તેમને બે વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગઈકાલે, મંગળવારે, શાહરૂખ ખાનની ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચ રમી હતી. શાહરૂખ ખાનની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવીને વિજયી બની હતી. મેચ દરમિયાન શાહરૂખ ખાન પણ મેદાન પર હાજર હતો. અમદાવાદમાં તેમની હાજરીએ તેમની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

0Shares

Leave a comment