સેવ ટામેટા નું શાક
સામગ્રી
૫ નંગ ટામેટા
૧ નંગ ડુંગળી
૫ કળી લસણ
૧ આદુ નો ટુકડો
૪ લીલા મરચાં
૧ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી હળદળ
૧/૨ ચમચી ધાણાજીરું
૧ ચમચી ગરમ મસાલો
સ્વાદ અનુસાર મીઠું
૨ વાડકી રતલામી સેવ
બનાવની રીત :
સૌપ્રથમ ટામેટા ને સારી રીતે ધોઈ ને જીણા જીણા સમારી દો. ત્યારબાદ એક કઢાઈ લો. તેમાં તેલ ઉમેરો, તેલ ગરમ થયા બાદ તેમાં રાય ઉમેરો ત્યારબાદ ચપટી હિંગ એડ કરો, રાય ફૂટ્યા પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરો, ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી ને સાંતળો, ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરો, ૫ મિનિટ સુધી તેને ચઢવા દો, ત્યારબાદ તેમાં ઉપરથી સેવ ઉમેરી તેની પર કોથમી એડ કરો અને પછી ગરમ ગરમ પીરસો.
તો તૈયાર છે ગરમા ગરમ સેવ ટામેટા નું શાક.