હાંડવો

સામગ્રી

  • ૧ ક૫ – ચોખા
  • ૧/૨ કપ – ચણાની દાળ
  • પ નંગ – લીલા મરચાં સમારેલા
  • ૧/૪ ચમચી – હળદર
  • ૩/૪ ચમચી – રાઈ
  • ૧/૨ ચમચી – જીરૂ
  • ૧/૪ કપ – તુવેર દાળ
  • ૧ ચમચી – તલ
  • ૧/૨ ક૫ – દહીં
  • ૧ ચપટી – હીંગ
  • ૪ ચમચી – તેલ
  • ૧/૨ કપ – કોબી છીણેલી
  • ૨-૩ ચમચી – લીલા ધાણા
  • ૧/૪ ક૫ – ગાજર છીણેલું
  • ૧/૪ ચમચી – લાલ મરચું પાવડર
  • ૧ ૬૫ – દૂધી છીણેલી
  • ખાવાના સોડા
  • ૧/૨ ચમચી – આદુની પેસ્ટ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧/૨ ચમચી – લસણની પેસ્ટ
  • ૧ ક૫ – સિંગદાણા

બનાવવાની રીત

  • સૌથી પહેલા ચણાની દાળ, ચોખા, અને તુવેરની દાળને સારી રીતે સાફ કરી લો.
  • આ પછી પાણીથી ધોઈને સાફ કરો.
  • હવે તેને પલાળવા માટે એક વાસણમાં પાણી મૂકીને રાખી દો.
  • લગભગ ૪ કલાક સુધી પલાળીને રાખો. ત્યા૨બાદ તેમાંથી પાણી કાઢી લો.
  • તેને મિક્સર જા૨માં નાંખો અને તેની કરકરી પેસ્ટ તૈયાર કરો.
  • હવે આમાં છીણેલું ગાજ૨, છીણેલી દૂધી, છાણેલી કોબી, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચાં, હળદર, લાલ મરચુ પાવડર નાખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરો.
  • બરોબર મિક્સ થઇ ગયા બાદ મિશ્રણના બેથી ત્રણ ભાગ કરી લો, જેથી તમે તેમાંથી મીડિયમ જાડો
  • હાંડવો તૈયાર કરી શકો હવે જે મિશ્રણમાં વધાર કરવો છે,તેમાં એક ચમચી જેટલો ખાવાના સોડા નાખીને બરોબર મિક્સ કરો.
  • હવે વઘાર માટે કડાઇમાં બધી બાજુ ફેલાવીને ૨ થી ૩ ચમચી તેલ નાખીને ગરમ કરી લો.
  • તેલ ગ૨મ થઈ જાય એટલે તેમાં રાઈ નાખો, ત્યા૨ બાદ આખા સૂકા ધાણા, જીરું, તલ નાખી તતડાવો.
  • વઘા૨ તતડી જાય એટલે તેમાં તૈયાર મિશ્રણ નાખી દો.
  • મિશ્રણ નાખ્યા બાદ તેને ડાઇમાં બરોબર ફેલાવી ધીમા તાપે આઠથી દસ મિનિટ ઢાંકણ ઢાંકી
  • ચડવા દો નીચેથી હાંડવો ગોલ્ડન થઈ જાય ત્યાર બાદ હાંડવાને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.
  • હવે ગ૨માં ગ૨મ હાંડવો સર્વ ક૨વા સંપુર્ણ ૫ણે તૈયા૨ છે.
0Shares

Leave a comment