
સામગ્રી
૧ બાઉલ ખીચડી ના ચોખા
૧ બાઉલ તુવેર ની દાળ (તમે મિક્સ દાળ પણ લઇ શકો છોં)
૧ નંગ બટાકા
૧ નંગ ડુંગળી
૧ નંગ આદુ નો ટુકડો
૪ લસણ ની કડી
૨ લીલા મરચા
૧ બોઉલ સમારેલા શાકભાજી જેવા કે કોબીજ, ટામેટા , ફુલાવર , ગાજર, વટાણા (તમને ભાવતા શાકભાજી ઉમેરી શકો છો)
૧ ચમચી કાશ્મીરી મરચું
૧/૨ હળદળ
૧ ચમચી ધાણાજીરું
૧ ચમચી ગરમ મસાલો
ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
૧ ચમચી રાય અને જીરું
૨ ચમચી ઘી
૧ ચમચી તેલ
તજ, લવિંગ, લીમડો
બનાવની રીત
ચોખા અને દાળ ને ૨ વાર પાણી માં ધોઈને ૧૦ મિનિટ સુધી પલળવા દો.
સૌ પ્રથમ એક કૂકર લો એને ગરમ કરવા મુકો, કૂકર ગરમ થયા બાદ તેમાં ઘી અને તેલ ઉમેરો, તેલ ગરમ થાય પછી તેમાં રાય અને જીરું ઉમેરો , રાય ફૂટે પછી તેમાં લીમડો, હિંગ, લવિંગ, તજ ઉમેરો , ત્યારબાદ સમારેલી ડુંગળી અને આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરો આ બધા ને મિક્સ કરી થોડીવાર માટે સાંતળવા દો ત્યારબાદ સમારેલા શાકભાજી ઉમેરો એને થોડી વાર સાંતળો , ત્યાર બાદ પાલાએલા ચોખ્ખા અને દાળ ને સરખી રીતે ધોઈને ને તેમાં નાખી દો , પછી તેમાં માપ પ્રમાણે પાણી ઉમેરો , પછી તેમાં મસાલા ઉમેરો પછી સરખી રીતે હાલાઇ ને કૂકર બંધ કરી દો , ત્યારબાદ ૫ સિટી વગાડો, ત્યારબાદ ગેસ બંધ કરી ને કૂકર ને ઠરવા દો.
હવે એને એક બાઉલ માં કાઢી તેના પર કોથમીર ઉમેરો તો તૈયાર છે સ્વાદિષ્ટ અને સ્પાઈસી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી આને તમે દહીં અથવા કઢી જોડે ખાઈ શકો છો.
નોંધ : પાણી તમારે જટલી ખીચડી ઢીલી જોઈએ એ પ્રમાણે એડ કરવું . જો આ માપ પ્રમાણે તમે બનાવશો તો ખીચડી એકદમ પ્રોપર બનશે.
ખુબ જ સરસ રેસિપી છે મેં આજ રીતે બનાવી એકદમ પરફેક્ટ બની હજી ખુબ સારી રેસિપી મુકો