IND vs BAN: પ્રેક્ટિસ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન થઈ નક્કી! આ ખેલાડીઓ બાંગ્લાદેશ સામે રમશે

ટીમ ઈન્ડિયા 3 સ્પિનરોની રણનીતિ સાથે બાંગ્લાદેશ સામે પણ જઈ શકે છે. આના સંકેત ટીમના પ્રેક્ટિસ સેશનથી મળ્યા છે, જ્યાં ટીમ 3 પેસર નહીં પરંતુ 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી, હવે જો આવું છે, તો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? શું સતત ચાર મેચની નિષ્ફળતા બાદ રોહિત-વિરાટ ફરી ઓપનિંગ કરશે? શું શિવમ દુબેને ફરી તક મળશે? આ તમામ સવાલો છે જે એન્ટીગુઆમાં યોજાનારી મેચ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઉભા છે.

રોહિતે આપ્યા સંકેત

એન્ટિગુઆમાં પ્રેક્ટિસ સેશનમાં, ભારતીય ટીમ ફરી એકવાર 3 સ્પિનરો સાથે રમશે, જે એક મોટો સંકેત છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આગામી મેચમાં પણ બેન્ચ પર બેસવું પડી શકે છે. જો આવું થાય તો બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ નહિવત છે. મતલબ, 3 સ્પિનરોથી સજ્જ એ જ ટીમ મેદાનમાં જોવા મળશે, જે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે જોવા મળી હતી. બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ એન્ટીગુઆમાં 3 સ્પિનરો સાથે રમવાના સંકેત આપ્યા હતા.

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથે પ્રેક્ટિસ

એન્ટિગુઆમાં 3 સ્પિનરો સાથેની પ્રેક્ટિસ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ટીમ ઈન્ડિયાને વધારાના સીમરની જરૂર નથી. મતલબ, બાંગ્લાદેશ સામેની મેચમાં જે 11 ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે તે કંઈક આ રીતે હોઈ શકે છે.

બાંગ્લાદેશ સામે સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, શિવમ દુબે, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

0Shares

Leave a comment