OnePlus smartphone: વનપ્લસ એક દમદાર ફીચર્સનો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. વનપ્લસ નોર્ડ CE4 લાઇટ 5G લોન્ચ કરશે. આ ફોન કંપની 24 જૂનના રોજ લોન્ચ કરશે. ઓફિશિયલ લોન્ચ પહેલાંથી જ વનપ્લસે અનેક ખાસ ફીચર્સનો ખુલાસો કર્યો છે જેમાં બેટરી, ડિસ્પ્લે, કેમેરા અને ચાર્જિંગ છે. જો કે હવે એ વાતની જાણ થઇ કે વનપ્લસ નોર્ડ CE4 લાઇટ 5G માં 2,100 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે AMOLED પેનલ આપશે.
રિપોર્ટસ અનુસાર નોર્ડ CE4 લાઇટ, ઓપ્પો K12x નું રીબ્રાન્ડેડ વર્ઝન હોઇ શકે છે. આમ, આ વાત સાચી પડી તો ફોનમાં 120Hz રિફ્રેશ રેટના સપોર્ટની સાથે 6.67- ઇંચની ફૂલ ડિસ્પ્લે HD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે.
પાવર માટે વનપ્લસના આ ફોનમાં 5,500mAh બેટરી હોઇ શકે છે જે રિવર્સ વાયર્ડ ચાર્જિંગની સાથે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં 50 મેગાપિક્સલનો Sony LYTIA પ્રાઇમરી સેન્સર હશે. જો કે સેકન્ડરી સેન્સર વિશેની જાણકારી કોઇ મળી શકી નથી. આમાં સેલ્ફી લેવા માટે અને વીડિયો કોલ કરવા માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ શૂટર પણ હોઇ શકે છે.
આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર લેસ હોઇ શકે છે અને ગ્રાફિક્સ માટે આમાં એડ્રેનો 619 જીપીયુની સાથે જોડાઇ શકે છે. સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોનમાં 12GB સુધી LPDDR4x રેમ અને 512GB સુધી UFS 2.2 સ્ટોરેજ મળી શકે છે. આ OxygenOS 14 પર હોઇ શકે છે જે Android 14 પર બેસ્ડ હોઇ શકે છે.
કેટલી કિંમત હોઇ શકે છે?
માનવામાં આવી રહ્યું છે કે વનપ્લસનો આ ફોન 20,000-25,000 રૂપિયાની વચ્ચે લોન્ચ થઇ શકે છે. જો કે ફોનના પ્રોપર ફીચર્સ અને કિંમત વિશેની જાણ ઓફિશિયલ લોન્ચ પછી કન્ફોર્મ થશે. આમ, તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે એક સારો ઓપ્શન હોઇ શકે છે. આ સ્માર્ટફોનના દમદાર ફીચર્સ તમને ફાસ્ટ ટેક્નોલોજીમાં વધારે ઉપયોગી બની રહે છે.