ગુજરાત: પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક પગલું

ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, અન્ય રાષ્ટ્રીય અને રાજ્યકક્ષઆની સંસ્થઆઓ તેમજ સરકારી તથા સ્વૈચ્છિક સંગઠકો- સંસ્થાઓ સાથે મળીને જ્યાં જરૂરી હોય ત્યા રાજ્યના ઉદ્યોગોને પ્રદૂષણ નિયંત્રણ સંદર્ભે માર્ગદર્શન તેમજ સલાહ-સૂચન આપે છે.

ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતાં જોખમી ઔદ્યોગિક કચરો અને પ્રદુષિત પ્રવાહીના નિકાલ અંગે તેના ઉપયોગ અંગેનો પુરતો અભ્યાસ કર્યાં બાદ ઉપયોગી સલાહ-માર્ગદર્શન આપે છે. વધુમાં તે જોખમી ઔદ્યોગિક કચરાનો પુનઃઉપયોગ અને રિસાયકલીંગના ઉપાયો અંગે પણ સંશોધન કરે છે. તે ઔદ્યોગિક કચરાની હેરફેર ઉપરાંત એક માહિતીકેન્દ્રરૂપે પણ કાર્ય કરે છે. તદ્દઉપરાંત ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ પર્યાવરણ અને તેની કાર્યક્ષમતાનું અસરકારક મૂલ્યાંકન અને સમીક્ષા કરે છે તેમજ એન્વાયરમેન્ટલ ઓડીટ તથા પર્યાવરણ ઉપર થતી અસરોનો વિષદ અહેવાલ પણ તૈયાર કરે છે.

પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુઓને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્ત્વોની જાળવણી કરી શકાય.

ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણના પ્રયાસો

  1. ગીર અભ્યારણ્ય:

ગીર ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જેને જાજરમાન એશિયાઇ સિંહ (પેન્થેરા લીઓ પર્સીકા) સાથેનો પર્યાય કહી શકાય. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની એકવીસમી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે. ગીર ઇકોસિસ્ટમ બાયોજિયોગ્રાફી ઝોન -4 (અર્ધ શુષ્ક) અને જીવભૂગોળ પ્રાંત 4-બી માં પડે છે. ગુજરાત રાજવારા એશિયાઇ સિંહ, પેન્થેરા લિયો પર્સીકાના છેલ્લું બાકીનું નિવાસસ્થાન છે. ગુજરાત સરકારે 1412.1 ચો.કિ.મી. વિસ્તારને જાહેર ક્ષેત્ર જાહેર કર્યો છે, જે સુરક્ષિત ક્ષેત્ર (પીએ) છે, જેમાં 258.7 ચોરસ કિમી માં નેશનલ પાર્ક અને 1153.4 ચોરસ કિમી માં અભયારણ્ય છે. આ ઉપરાંત 470.5 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર અનામત, સુરક્ષિત અને બિનવર્ગીકૃત જંગલ તરીકે બફર ઝોન બનાવે છે. આમ, 1882.6 ચોરસ કિલોમીટરનો કુલ વિસ્તાર ગીર જંગલ બનાવે છે. 

2. કચ્છનું રણ:

કચ્છનું રણ થરના રણનો એક ભાગ છે, જે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધમાં ફેલાયેલું એક જૈવિક ભૂક્ષેત્ર છે. અહીં રણનો અર્થ “ક્ષારીય કળણ” સંપ્રત છે. આ ક્ષેત્રમાં મોસમી કળણ નિર્માણ થાય છે અને તેની વચ્ચે વચ્ચે આવેલા થોડી ઉંચાઈ ધરાવતા ”મેડક” તરીકે ઓળખાતા ક્ષેત્રોમાં લીલોતરી ઊગી નીકળે છે.

આ કળણ કચ્છનો અખાત અને દક્ષિણ પાકિસ્તાનમાં સિંધુના મુખની વચ્ચે આવેલું છે અને 10,000 square miles (26,000 km2) જેટલું વિશાળ ક્ષેત્ર ધરાવે છે. તેના ઈશાન ખૂણે રાજસ્થાનમાંથી નીકળતી લુણી નદી વહે છે.

3. નર્મદા નદી:

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગાયમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

4. સૌરાષ્ટ્રનું વન્યજીવ સંરક્ષણ:

જરાત રાજ્ય ભારતના પશ્ચિમ છેડે આવેલું દરિયા કિનારાનું રાજ્ય છે. આ વિસ્તાર મોટાભાગે શુષ્ક કે અર્ધ શુષ્ક પ્રદેશ છે અને તેનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. ગુજરાત રાજ્ય લાંબા દરિયા કિનારાની સાથેસાથે ભૌગોલિક વિસ્તાર તેમજ જીવસૃષ્ટીની વૈવિધ્યતા ધરાવે છે. અરવલ્લી, વિધ્યાંજળ, સાતપુડા, સિહાદ્રીની પર્વતમાળા (પશ્ચિમ ઘાટ) પણ જૈવસૃષ્ટિની વૈવિધ્યતામાં ઉમેરો કરે છે. જેમાં વિવિધ પ્રકારના જંગલો, ઘાસીયા જમીન, મેન્ગ્રોવસ, જળાશયો, જળપ્લાવિત વિસ્તાર, સુકા રણો વિગેરેનો તેમાં સમાવેશ થાય છે. આવી જૈવ વિવિધ્યતા ધરાવતા વાતાવરણ-આબોહવાના તંત્ર, ઉત્ક્રાંતિ ઈતિહાસ,ભૂતકાળમા યુરોપમાંથી આવેલી પ્રજાતિઓ, વાર્ષિક સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓનો પ્રવાસમાર્ગ અને ગુજરાતના લોકોના સુદીર્ઘ સંરક્ષણ પ્રયાસને લીધે હાલ ગુજરાતમાં ઘણી સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા ધરાવે છે.

5. પાલનપુર પેપર રિસાયક્લિંગ પ્લાન્ટ:

કાગળ રિસાયક્લિંગની મહત્વતા, પર્યાવરણને મિત્રતાપૂર્ણ પહેલ, કચરામાંથી સંપત્તિ સર્જન

નિષ્કર્ષ

  • ગુજરાતના પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોની પ્રશંસા
  • પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકની ભૂમિકા પર ભાર
  • વાચકોને પર્યાવરણ મિત્ર બનવા પ્રોત્સાહિત કરો
  • ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.
  • બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.
  • જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવો.
  • ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.
  • ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરો. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખો.
  • જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.
  • કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા.
  • ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરો.
  • ભેટમાં આપવા માટે વિવિધ પ્લાન્ટસનો વિક્લ્પ પણ અપનાવી શકો.
  • ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.
0Shares

Leave a comment